શ્રી ‘કવિરાજ’ – ‘નવનીતભાઈ ગોકુળદાસ સંઘવી’ (Part-1)
INTRODUCTION: જય સચ્ચિદાનંદ- મુંબઈ, ઇન્ડિયા થી JSSY અક્ષય: વોરા તથા નીતેશ રાણાવત ના જય સચ્ચિદાનંદ! (Everyone says – જય સચ્ચિદાનંદ).
અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનના – વીતરાગ વિજ્ઞાન ના એક જ્યોતિર્ધર ‘શ્રી નવનીતભાઈ ગોકુળદાસ સંઘવી’, આપણા પ્રિય, બધાના વહાલા, કવિરાજ્શ્રી નો મુલાકાત લેવાનો સ્વાનંદ મોકો અમને મળ્યો છે, એની હૃદયથી અમે અનુમોદના કરીએ છીએ અને અમને સદભાગી સમજીએ છીએ. કવિરાજ ના પદો વિષે દાદા ભગવાનના ઉદ્દ્ગારો:
“અમારી તળપદી બોલી ને, કવિએ જે રીતે અસલ કાઠીયાવાડી ગુજરાતી ભાષામાં પદમાં ઉતારી છે એનું વેલ્ડીંગ અજોડ છે. અમે જ્ઞાની ભલે હોઈએ, પણ અમારા થી આવી એક પણ line લખી ન શકાય. કવિ ને સાંભળતા અમારામાં ઝણઝણાટી થવા માંડે છે. અને પુદ્ગલ ઠંડું પડ્યું હોય ત્યારે એમાં ક્રાંતિ ગીતોથી અમને પણ ગરમી આવી જાય છે. જ્ઞાની છીએ તેથી શું!? અમારી પણ પ્રકૃતિ તો ખરી ને!”
જેમના માટે દાદાશ્રીના આવા ઉદગારો છે, તેવા કવિરાજશ્રી ને, જેમના થી દાદા નું જ્ઞાન – ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતરિત થઇ, અને ગેય સ્વરૂપે, એટલે કે ગાઈ શકાય તેવા સ્વરૂપે, જગતમાં મહાત્માઓના આંતરિક કલ્યાણ અર્થે પ્રસર્યું, એવા અક્રમ વિજ્ઞાનના પ્રસારના, અદભૂત નિમિત્ત, કવિરાજ્જીને શત શત પ્રણામ!!
કવિરાજ્શ્રી: જય સચ્ચિદાનંદ.
અક્ષય: જય સચ્ચિદાનંદ.
કવિરાજ્શ્રી: (ત્રિમંત્ર બોલાવે છે)
અક્ષય: તો કવિરાજ્શ્રી હવે આપણે પ્રશ્નોતરી શરુ કરી શકીએ?
કવિરાજ્શ્રી: ચોક્કસ……..
અક્ષય: જ્ઞાન પામ્યા પહેલાની આપની જિંદગી, જેમકે જન્મ તારીખ અને દાદાને મળ્યાનું વર્ષ, તથા જ્ઞાન પામ્યાનું વર્ષ……
કવિરાજ્શ્રી: જન્મ તારીખ 21.07.1934, દાદાને મળ્યાનું વર્ષ – April માં 1969 અને જ્ઞાન પામ્યાની તારીખ 17.05.1969.
અક્ષય: આપની શૈક્ષણિક કારકિર્દી, વ્યવસાય વગેરે……..
કવિરાજ્શ્રી: Non-metric pass. અત્યારે જેમ બારમું (12th Standard) ને આ બધા આવે છે ને, તેમ એ વખતે metric ગણાતું. અને Metric માં fail થયા એટલે આપણે તો fail થયા એને બદલે non-metric pass. આવો શબ્દ હું બોલતો.
અક્ષય: કવિરાજ્શ્રી! દાદાજીને મળ્યા પહેલાં આપનું બાળપણ, આપનો ઉછેર એ વિષે કાંઈ જણાવો…..
કવિરાજ્શ્રી: નાનો હતો ત્યારે મારા….. મારા બાપુજી,છ વર્ષ નો હતો ત્યારે દેરાસર લઇ જાય રોજ, ત્યાં પૂજા ને બધું સાંભળું, મને પૂજા ને બધું બહુ ગમે, એના ઢાળ ને બધું બહુ ગમતું, એટલે બસ ત્યાંથી સંગીતના બીજ પડવા મંડ્યા, ઘરે આવી ને પૂછું કે “આ મહાવીર ભગવાનની આ પૂજા હતી, એનો ઢાળ, એનો અર્થ શું થાય?”, આવું બધું પૂછ્યા કરું. એટલે સંગીતના બીજ મને આ દેરાસરોમાંથી મળ્યા મને બધા. બાકી ભણવામાં આપણે ઢબુ ના ઢ હતા. ગણિતમાં તો zero આવે. ખાલી સંગીત અને ચિત્ર કામ, આ બે વસ્તુ બહુ ગમતી. ત્યારે ચિત્ર કામ બી કરતો. જેમ અત્યારે હજારો પદ લખાયા છે, એવી રીતે હજારો ચિત્રો પણ ચિત્રેલા. VT Station પર વહ્યો જાઉં, અહિયાં museum માં વયો જાઉં, તમે બેઠા હો તો તમારો pencil sketch કરી નાખું, આવી બધી આદતો હતી. કળામાં રસ હતો પણ ભણતર કે એમાં કોઈ રસ નહોતો. બિલકુલ રસ નહોતો. પછી મિત્રો માં બી સંગીતવાળા બધા હોય, એવાની દોસ્તી ગમે. Cricket નો થોડો શોખ હતો. બાકી કોઈ રમત-ગમતનો એટલો શોખ નહિ બધો. સંગીત સિવાય વધારે રુચિ નહોતી કશેમાંય પણ. ને એક પ્રવાસનો બહુ શોખ હતો. દર અઠવાડિયે ક્યાં ને ક્યાંક વયા જઈએ કોઈ picnic spot હોય, વિહાર, પવઈ lake આ તે બધી આવી જગ્યાએ ફરવાનો આવો બધો બહુ શોખ હતો. કુદરતી વાતાવરણો બધા.
અક્ષય: આનાથી જણાય છે કવિરાજ્શ્રી કે આપને કળાઓ માં રસ હતો. તો આનાથી વધારે અન્ય કોઈ કળાઓ?
કવિરાજ્શ્રી: ના, બસ. આ સંગીત અને ચિત્રકામ. એમાં સંગીત વિશેષ. એમાં પણ પદ્ધતિસર ક્યાંય શીખવા નહોતું મળતું. પણ જ્યાં કંઈ સારું સાંભળવા મળે ત્યાં બેસી જાઉં. કોઈ મંદિરમાં કોઈ ભજન ગાતું હોય ત્યાં પણ જઈ ને બેસી જાઉં. આવી બધી આદત હતી.
અક્ષય: કવિરાજ્શ્રી, શું સંગીત, ગાયન, વાદન આપની કારકિર્દી પણ હતાં?
કવિરાજ્શ્રી: ના. એ હવે અમુક સંજોગવશાત્ હું કલકત્તા ગયેલો, મને રવિન્દ્ર સંગીત ને એ શીખવાનો રસ હતો. ત્યારે બાપુજી બહુ strict હતા. મેં એમને લખ્યું કે મને એક ત્રીસ રૂપિયા ફક્ત lodge માટે મોકલી આપો તો હું અહિયાં પછી આગળ મારે રવિન્દ્ર સંગીત શીખવું છે. તો એમણે વળતો જવાબ લખ્યો કે ત્યાં ભણવું, કંઈ બી કરવું હોય તો ત્યાં કમાતા શીખી જાઓ, ને નહીંતર આવવું હોય ત્યારે ઘર ખુલ્લું છે. આવો જવાબ આપ્યો. એટલે પછી મારી મેળે જ મેં કીધું ચાલો મને જેટલું સંગીત આવડતું હતું ને tuituition કરું ને આવું બધું કરું. એમાં 5-6 tuition મળી ગયા, બસ એમાં મારી એ રીતે મેં શરૂઆત કરી દીધી. કોઈ બી school માં જાઉં, ત્યાં બધાય અમુક એવા પૈસાદાર લોકો હોય કે એના ઘરે tuition આપું. આવી રીતે આપણો ખર્ચો……. એ રીતે કારકિર્દી શરુ કરી. એ પછી મુંબઈ આવ્યો ત્યારે અવિનાશ વ્યાસ, પુરૂશોત્તમ ઉપાધ્યાય, એની સાથે ગરબા party, રાસ party, એની નૃત્ય નાટિકાઓ આ બધામાં બી મેં બહુ આગળ પડતો ભાગ લીધો’તો, leader તરીકે હતો હું એમાં બધામાં. પણ હું ત્યારે ગાતો નહીં. હું બધા ગુજરાતી કલાકારોની સાથે ખાલી harmonium વગાડતો. પણ એક harmonium ઉપર 25-25 જણા ગાતા મારી સાથે.
અક્ષય: આપે એ સમયે કંઈ કવિતાઓ કે ગીતો લખ્યા છે?
કવિરાજ્શ્રી: જોડકણા જેવા લખતા કે આમ 2-4 મિત્રો ની વચમાં હોઈએ ને, કેવું કે – “ઊંઘમાં જોયું તો ગોરું ગોરું મુખડું, ને જાગી ને જોયું તો ઓશિકું ને ગોદ્ડું.” આવા આવા છે ને, લોકો ને મિત્ર વર્ગ ને ગમે એવા અને કોઈ ગરબા ને એવું નાના નાના tune ને એવું બનાવતો પણ એટલી બધી હથોટી નહોતી. કવિતાઓ પર એટલી હથોટી નહોતી. અને ખાસ તો બધા નવા નવા tunes એટલે દરેક કલાકાર સાથે હું કોઈ પણ પટ્ટી થી વગાડી શકતો. એ મારી ખાસીયત હતી. જેમ કે કાળી 1 હોય, 2 હોય, 5 હોય કે સફેદ, કોઈ પણ સૂરથી વગાડી શકતો. એ મારી એક speciality હતી.
નિતેશ: જય સચ્ચિદાનંદ કવિરાજ્શ્રી! દાદાજીને આપ કેવા સંજોગોમાં મળ્યા અને એ માટે કોણ નિમિત્ત બન્યું હતું?
કવિરાજ્શ્રી: એ પહેલાં લગભગ 35 વર્ષની ઉંમર થવા આવી’તી, મેં આંતરજ્ઞાતિય લગ્ન કરેલા, એટલે કુટુંબ તરફથી મને બહુ એટલો ક્યારે પણ response મળ્યો નહિ, હું કુટુંબમાંથી આમ તરછોડાયેલો જીવ કહેવાય એવો હતો, અને કોઈ ધંધા કે business ની કોઈ આવડત નહિ, એટલે ‘hand to mouth’ જેવી દશા હતી, અને પાન અને cinema અને સંગીત ને આવા બધા તો બહુ રસ હતા. એટલે દર રવિવારે તો બે cinema જોઈ નાખતો. સવારે ૭ વાગે નીકળું અને રાત્રે બાર વાગે આવું. આવી life હતી. અને hardly 2 કલાક ઊંઘ આવતી. બહુ બળતરા હતી. એવા સંજોગોમાં, મારી બહેન, મારા મકાનમાં નીચે રહે છે – લીલાવંતીબેન અમૃતલાલ ભીમાણી , એમણે મને કહ્યું કે - “નવનીતભાઈ, એક જ્ઞાની પુરુષ આવે છે ને જે બોલે છે ને, ત્યારે દેવતાઓ સાંભળવા આવે. આવી આવી વાત કરી એટલે મને કૈંક વિચિત્ર લાગ્યું કે આવું કોણ હોય? એટલે મને તો એમ કે કોઈ ભગવા કપડા કે સાધુના વેશમાં કોઈ હશે કોઈક, એવું લાગેલું. એટલે મને કહે કે તું રવિવારે ઘરે રહેજે. હવે રવિવારે મારે તો બે cinema જોવાનું. મારી આદત બધી. પણ તે દિવસે બહેને કીધું એટલે વળી રહ્યો. ને કોણ જાણે કેવું નિમિત્ત હશે કે દાદા ભગવાન પોતે પણ પહેલીવાર આ નિમિત્તે બહાર નીકળ્યા. અમારી મુલાકાત થવાની હશે. નહીંતર Santacruz ની room માં થી કોઈ દિવસ ક્યાંય બહાર નીકળતા નહિ. એવી રીતે વડોદરામાં પણ મામા ની પોળની પોતાની room માં થી ક્યારેય પણ બહાર નીકળતા નહિ. આ પહેલી વખત આ રીતે બહાર આવ્યા. હવે એ વખતે મને બીજા બીજા સાધુ સંતો કે મોટા વક્તા હોય સારા, એનું બધું program ને સારું ક્યાંય બી સાંભળવાનું વક્તવ્ય હોય એવી ટેવ હતી મને. એટલે આગલે દિવસે સાંજે જ રજનીશજીનો માટુંગા સેવા મંડળમાં કાર્યક્રમ હતો. એમાં એમણે એક પ્રશ્ન કર્યો કે “મેં કૌન હું” આમ તમે પૂછો ને તો તમને અંદર થી જવાબ મળશે. મેં કીધું હવે આમાં આટલા વર્ષથી ફરીએ છીએ. હજી આવો જવાબ મળ્યો નથી. આટલા દેરાસરો ને બધે ફરીએ છીએ અને બીજું એમણે એક પ્રશ્ન કર્યો કે – “ગાંધીજી એક એવા જીવ થઇ ગયા કે એને હજી એવી કોઈ mother નથી મળી જે એનો ગર્ભ ધારણ કરી શકે.” આ પ્રશ્ન મને બહુ ખૂંચ્યો. કે ગાંધીજી જેવા મહાત્મા ત્રિશંકુ ની જેમ આકાશમાં અધ્ધર લટકે નહિ. એ બહુ મને ખૂચતું’તું. ઈ આગલા શનિવારે સાંજે. અને રવિવારે દાદા આ રીતે માટુંગા પહેલી વાર આવ્યા. એટલે અમે સાંભળવા ગયા. મારી બહેને કીધુ’તું એટલે અમે ઉંબરામાં બેઠા’તા ત્યાંથી. દાદા એ વખતે ખાખી બીડી પીતા હતાં. એટલે એક મારો ભય ટળી ગયો. હું ત્યારે, મારા મોઢામાં બી પાન હતું એટલે એક ભય ટળી ગયો કે આપણને કોઈ બાધા તો નહિ અપાવે. ને સાદા dress માં હતા એટલે મને ખબર ન પડી કે આવા જ્ઞાની પુરુષ આવા dress માં હોય. એટલે પહેલું આશ્ચર્ય ઈ થયું. પછી કહે કાંઈ પૂછો, પૂછો, પૂછો. આમ કર્યા કરે. એટલે મારી wife એ મને આમ પાછળથી ઘોંચ-પરોણું કર્યું – “તમે ઓલું કહેતા’તાને, ગાંધીજીવાળું, પૂછી નાખો”, એટલે મેં પૂછી નાખ્યું સીધું કે ગાંધીજી નો આત્મા અત્યારે ક્યાં છે? આની પાછળ એક વાણિયાગત બુદ્ધિ હતી કે જવાબ, reply મળે તો જ્ઞાની છે એ આપણને ખબર પડી જશે અને ઓલો અંદર પ્રશ્ન ગૂંચાતો’તો. તો દાદા તો આમ વેધક દ્રષ્ટિથી છે ને આમ આંખ સામે જોઈ રહ્યા ને બોલ્યા – “એ જન્નતમાં હોય કે જહન્નુમમાં હોય! તારે શું છે? તું અત્યારે ક્યાં છો ઈ જો.” આમ બોલ્યા ને એટલે મેં તરતજ બે કાન પકડી લીધા. ને કહ્યું – “દાદા! હું વ્યવહારમાં પણ કાંઈ નથી જાણતો અને ધર્મમાં પણ કંઈ જ જાણતો નથી. મને ફક્ત ગાતા આવડે છે.” આ મારી પહેલી મુલાકાત…….
નિતેશ: દાદાજી જોડે ના પ્રથમ પરિચય વખતે આપને શું અનુભવ થયો?
કવિરાજ્શ્રી: હા! એ પછી દાદા કહે – “કંઈ વાંધો નહિ. ચાલો વિધિ કરો.” હવે દાદા અંતર્યામી છે ઈ પહેલી વખત ખબર પડી ગઈ. બીજા જેટલા બધા બેઠા’તા ને એને દાદા શું કરાવતા હતાં કે – “બોલો, દાદા ભગવાનને નમસ્કાર કરું છુ. દાદા ભગવાનને નમસ્કાર કરું છુ.” આવી રીતે વિધિ કરાવતા હતાં. અને મને એમ કહ્યું કે – “બોલ, ‘સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ’”. આ હવે એમને કેમ ખબર પડી.? મને એ આશ્ચર્ય લાગયું. કારણ કે હું દસ વર્ષથી, છેલ્લા દસ વર્ષથી ઘાટકોપરમાં જે જ્ઞાન મંદિર છે ત્યાં દર રવિવારે છે ને હું આ બધું બોલવા જતો. જ્ઞાન મંદિરનું બી પાયારોપણ કવિરાજ ના હસ્તે થયું છે હં. અમે વર્ષમાં ચાર કાર્યક્રમ કરતા. પણ અહિંયા માટુંગા સાવલા schoolમાં અમે કરતા. પછી એમાંથી એક જણાએ કીધું કે આપણે એના કરતા, ઘાટકોપરમાં એવી જમીન મળી જાય તો. તો અમે ટહેલ નાખી. તો એક જણાએ જમીન આપી દીધી. બીજા અમારે એક પડોશી ઓળખીતાએ 11,000 રૂપિયા જાહેર કર્યાં અને આ રીતે જ્ઞાન મંદિર ની શરૂઆત થઇ. એટલે હું એ અનુસંધાનમાં હતો. કે દર રવિવારે ‘સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ’, આત્મસિદ્ધિ, આ બધું બોલવા જતો. પણ દાદા ભગવાને મને વિધિમાં આ બધું બોલાવ્યું કે – “બોલ ‘સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ’, ‘સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ’”. હું બોલ્યો. પછી 72 કલાક સુધી મને આની અસર રહી. મને 72 કલાક સુધી દાદા ભગવાનનું મુખારવિંદ યાદ આવ્યા કરે, એનું નિદિધ્યાસન રહે. હું ક્યારે ઉઠ્યો, ક્યારે સવારે જમ્યો, ક્યારે નોકરીએ ગયો, રાતના પણ ઈ જ, એટલે બધે કે ‘There is something’. આમની પાસી કૈંક છે……..
અક્ષય: કવિરાજ્શ્રી! આપને દાદાજીને મળ્યા પૂર્વે શ્રીમદ્ રાજચન્દ્રજીનો પરિચય ખરો?
કવિરાજ્શ્રી: હું આ બધું ગાવા જતો. એટલે પણ, છતાં મને હું ‘આત્મસિદ્ધિ’ ગાતો એમાં આ બધું બોલાવતો,“જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત.” હવે આ line આખી બોલું. બધા ને બહુ ગમે, આખા મુંબઈમાં બધાય ‘આત્મસિદ્ધિ’ ગવડાંવી હોય ને તો મારી પાસે ગવડાવે. પણ મને છેને ‘સ્વરૂપ’ એટલે શું? ‘સદગુરુ’ શું કહેવાય? કાંઈ ખબર નહિ. અવાજ સારો એટલે બધાને મારું સાંભળવું ગમતું. પણ મને પોતાને એમાંથી કક્કો ખબર પડતી નહિ. હું ગાઈ જતો, પણ એનો અર્થ ખબર નહોતી પડતી. જેમ મુસલમાન હોય ને ઈ ‘રામ-રામ’ બોલે તો પણ રામ એટલે શું? એને ખબર નો હોય. અને અલ્લાહ કહો તો ખબર પડે. એવું મારે ય એવું હતું. એક શબ્દ નહિ, ‘નમો અરિહંતાણમ્’ નો બી અર્થ શું થાય એ ખબર નહોતી. આ બધું દાદાજીને મળ્યા પછી આ બધો ઉઘાડ થવા માંડ્યો.
અક્ષય: દાદાજી ને મળ્યા પૂર્વે, આપની માન્યતાઓ, આપની beliefs…..
કવિરાજ્શ્રી: કોઈ…..કોઈ લક્ષ વગરનો….સુકાન વગરનું વહાણ ડોલતું હોયને એવી હાલત હતી. કોઈ દિશા વગર નાવડી પાણીમાં વહી જતી હોય એવી જિંદગી હતી. કોઈ ધ્યેય નહોતું. જે બાજુ હવા આવે ઈ બાજુ વહયાં જઈએ એવું હતું. પછી….પછી લક્ષ મળી ગયું. દાદા મળ્યા પછી. ‘નાં! આપણો જન્મ શાને માટે થયો છે?’ આ સત્સંગને બધું મળવાથી આ બધું થવા મંડ્યું.
અક્ષય: પદો લખવાની કે લખાવાની શરૂઆત કેવી રીતે થઇ આપની?
કવિરાજ્શ્રી: જયારે મારે બેનને ઘરે આ રીતે સત્સંગ થયો. ત્રણ દિવસ પછી મને આમ, મારી બેનને કીધું કે દાદાજી રહે છે ક્યાં? પછી એ કહે કે Santacruz રહે છે. પછી દાદા ભગવાને પોતે કહ્યું કે – “આપણે એમ કરીએ-આવતા રવિવારે બધા Elephanta Caves જઈએ.” ત્યારે એમનો jetty બાંધવાનો contract લેવાનો હતો. એટલે એમણે ઈ site જોવાની હતી. ને અમને બધાને લઈ ગયા. અમે દસ-બાર જણા Gateway Of India થી બધા બેઠા. ત્યારે પાંચ-પાંચ રૂપિયા ticket હતી. અને સાથે થેપલા ને અથાણાં ને બધા પોત પોતાના ઘરે થી કાંઈ ને કાંઈ….ઉજાણી જેને કહીએ ને એવું લઇ આવ્યા. ને Elephanta પહોંચ્યા અમે. તો તરતજ ત્રિમૂર્તિના દર્શન કરતા વખતે દાદા બોલ્યા – “જૂઓ! આ વસ્તુ આપણે જ બનાવેલી લોકોના મનોરંજન માટે, અને આ જગ્યા જ આપણને કમાવી આપે છે.” એ પછી ઘણા વર્ષો પછી દાદા બોલ્યા કે અગાઉના જન્મોમાં આપણે બધાયે શિલ્પ કામ ને આવું બધું બહુ કરેલું. એટલે મને Ellora Ajanta ની આ ગુફાઓ, શિલ્પ કામ, ચિત્ર કળાઓ, નૃત્યના એવા બધા pose ને બધું મને બહુ નાનપણથી ગમતું. એટલે દાદા બોલ્યા કે – “આ આપણે આ બધું બનાવેલું હતું ને આપણને આ જગ્યા આજે કમાવી આપે છે.” ત્યાં એમને contract મળ્યો jetty બાંધવાનો, એ એમણે અગિયાર વાગે લગભગ ઉજાણી જેવું બધું, site જોઈને ત્યાં જમ્યા. પછી દાદાને થોડીક, કલાક આરામ કરવાની ટેવ હતી. એટલે થોડુંક આમ હાથનું ઓશીકું બનાવીને સૂઈ ગયા. અને કનુભાઈ, અમે ત્યારે કનુભાઈ જ કહેતા એમણે, કનુભાઈ બોલ્યા કે “અમે સાંભળ્યું કે તમે બહુ સારું ગાવ છો, તો કંઈ ગાવ ને”. એટલે મેં……. મને ત્યારે કૃપાળુ દેવનું આવડતું’તુ બધું – ‘બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવ નો મળ્યો’, એટલે મેં જેમ line શરુ કરી, તો લલિતા માસી, નીરુ બેનના માસી બા છે ને, એમણે મને કહ્યું કે – “દાદાના પગ તમે આમ ખોળામાં લઇ લ્યો ને પગ બી દબાવો” એટલે મેં તો આ શરુ કર્યું – ‘બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ભવ ચક્રનો આંટો નહિ એકે ટળ્યો’, એમાં છેલ્લી line આવી, ‘રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમ-દ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો,’ આ line જેવી આવી ને તો આમ સફાળા દાદા બેઠા થઇ ગયા. આમ સીધા સૂતાં’તા હં! પણ વગર હાથ નો, ટેકો દીધા વગર એમ ને એમ ઉભા થઇ ગયા અને જોસથી બોલ્યા – “સર્વાત્મામાં સમ-દ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. રે આત્મ તારો, આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં…..” અને આ ‘સર્વાત્મમાં’ વખતે જેટલા બેઠા હતા ને અમે બધા, પંદર એક જણા, બધા ને આમ હૃદય સામે આમ જોઈ ને, “સર્વાત્મમાં સમ-દ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.” પોતાના છાતી ઉપર આમ ગોળ-ગોળ ફેરવતા જાય આમ હાથ. આ વચનને હૃદયમાં લખવું, અને પછી મારી આમ પીઠ થાબડી આમ, એવો ધબો થાબડ્યો, ને બોલ્યા – “તેં કોના ચરણ સેવ્યા છે તેની તને ખબર નથી. જા તારું કલ્યાણ થઇ જશે.” આ પહેલા-વહેલા આશીર્વાદ મળી ગયા મને. બસ ઈ કામ કરતા થઇ ગયા. પછી ઘરે આવ્યો તોય મને આનંદ આનંદ આનંદ ઉભરાયા કરે, ઉભરાયા કરે બસ. પછી મારી બેનને કહે કે – “આ ભાઈ-ભાભી તારા સાદા છે, સારા છે, સરળ છે, આપણે ગુરુવારે એમ કરો જ્ઞાન રાખશુંને, ઈ લોકો ને બેસાડી દેજો.” હવે જ્ઞાન શું છે? ઈ કાંઈ અમને ખબર નહિ કે – “એને બેસાડી દેજો.” આટલા જ શબ્દો. Background શું છે, જ્ઞાન છે કશી જ ખબર નહિ. ને ગુરુવારે 17 May 1969 માં અમને જ્ઞાન વિધિ પ્રાપ્ત થઇ. એમાં પેલું ‘હું શુધ્ધાત્મા છુ’, ‘હું શુધ્ધાત્મા છુ’, એટલું યાદ રહ્યું પછીના એકેય વાક્યો ખબર નો પડે બધું bumper જાય કારણ કે આવા શબ્દો જ નહોતા સાંભળ્યા – ‘અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી….”. બાપ જન્મેય આવા શબ્દો નહોતા સાંભળ્યા કોઈ દી. ‘અવસ્થા કુદરતી રચના છે’, છતાં પણ અંદર ગુંજ્યા કરે. આવું થયું બધું. આ રીતે જ્ઞાન પ્રાપ્તિ થઇ ગઈ.
નિતેશ: ત્યારના બીજા કોઈ યાદગાર અનુભવો કહો, જેમ કે પ્રથમ પદ કેવી રીતે લખાણું વગેરે……
કવિરાજ્શ્રી: હા! હવે આ ગુરુવાર, પછી વળી પાછું, next શનિવારે, મને આનંદ બહુ થઇ ગયો, બહુ આનંદ થઇ ગયો મને. એવો આનંદ થઇ ગયો…… એટલે મારા ભાઈને ને બધાને વાત…. Office માં હું મારા ભાઈને ત્યાં જ હતો. એને કીધું મેં – ‘જ્ઞાની પુરુષ મળ્યા છે ને મને સાલું બહુ સરસ એમનું આ જ્ઞાન મળ્યુંને મને 72 કલાક સુધી એમનું આમ મોઢું યાદ રહ્યું. ને આ લેવા જેવું છે ખરેખર મજાનું છે.” આવી બધી વાત કરી. એટલે શનિવારે પછી આ (જ્ઞાનવિધી) હતું પણ … એટલે ઈ લોકો તૈયાર નો થયા પહેલા. પણ હું આવું…. મેં કીધું મારે તો ફરીથી જાવું છે. તે ભાયખલા આવ્યું ને… એટલે ભાયખલા, ઓચિંતું મને અંદર સૂઝવા માંડ્યું, એટલે પહેલી આ line લખાઈ ગઈ મારી – ‘અંધારા કોટિ વર્ષના, પળ સાઠમાં ઉલેચશે, ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે’, ‘પ્રગટશે’ કે ‘ઝળકશે’ આવું કાંઈ લખાઈ ગયું. ને ત્રણ line લઇને સીધો દાદર પહોંચીને દાદા ને કીધું – “આ સરસ એક કવિતા આવી છે, બોલું?”, એમ કરીને દાદા ને બોલ્યો. દાદા કહે – “બહુ સરસ લખાણું છે.” તો કહે – “બોલો જો બરાબર બોલો”. પછી બીજી વાર બોલ્યો. પાછું કહે – “બહુ સરસ લખાણું હો.” એટલે આપણને જરા આમ ઉત્સાહ આવી ગયો કે અત્યાર સુધી આપણે ગાતાં હતાં કે બોલતાં તો કોઈએ ‘શાબાશ’ નહોતું કીધું. બહુ જ સારું લાગ્યું. ને તે દિવસે શનિવાર હતો, જ્ઞાનવિધી થઇ ગઈ. ને રવિવારે પાછો પાછો Santacruz પહોંચી ગયો. ત્યારે, શનિવારે કનુ દાદા નહોતા આવ્યા ત્યારે. અમે ત્યારે એમને ‘કનુભાઈ’ જ કહેતા. તો કહે – “આ ભાઈએ છે ને કાલે બહુ સરસ line લખી છે.” એટલે ને…. દાદા કહે કે – “ગાઓ ને પાછું.” એટલે ‘તેત્રીસ કોટિ દેવી દેવતા’, ‘સામાયિક’, ને ‘શુધ્ધ આત્મની’, ‘જ્ઞાની અપૂર્વ લાવશે’, ને એ બધું સંભળાવ્યું. એટલે કનુ દાદા બી આમ વેધક દ્રષ્ટિથી જોઈ રહ્યા. ને દાદા સામે જોઈને બોલ્યા કે – “મને તો પહેલેથી જ ખાતરી થઇ ગઈ’તી કે આ કોઈ અલગ પ્રકારની મૂર્તિ આવી છે.” એટલે એમના તરફથી બી મને પુષ્ટિ મળી ગઈ. એટલે પાછું ઘરે જઈ ને બીજું ઓલું – ‘દાવા નળની જ્વાળા મહીં, બ્રહ્માંડ પણ ભડકે બળે, પાતાળી ઝરણ કરુણા ભર્યા, જળ શીતળ છંટકારશે, અમૃત વાણી ભગવાનની જળ શીતળ થઇ ઠારશે’, આ બધું, એટલે પાંચ – પાંચ કડી થઇ ગઈ. તો આપણને થયું, આપણે કાંઈ સારું લખી શકીએ છીએ. અંદર એવું થઇ ગયું. પછી બીજે દિવસે પાછો સત્સંગ હતો ત્યારે દાદાએ ગવડાવ્યું. મને કે – “ગાવ ઓલું ફરીથી”. એટલે પછી આપણને આમ શોલો જરા શુરાતન ચડી ગયું હવે. પછી દાદા એક શબ્દ બોલે ને એના ઉપર થી આમ થાય કે ચાલો લખી નાખીએ. એમ લખવા મંડ્યું. ને ચોથું કે પાંચમું જ પદ આ લખાઈ ગયું ‘સર્વસ્વ આમારું અર્પણ છે’.
નિતેશ: દાદા ભગવાન સાથે નો કોઈ યાદગાર અનુભવ કહો.
કવિરાજ્શ્રી: યાદગાર અનુભવ માં તો આ પેલું કીધું ને 72 કલાક એક નિદિધ્યાસન રહેવું સામાન્ય વાત ન કહેવાય ને! એક નું એક face સામે, નજર સામે. એ પહેલા મને સંગીત નો રસ હતો. કોઈ બી film નું ગાયન બહુ ગમે ને તો લગભગ આમ બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક રહે યાદ એ. પણ હવે 72 કલાક એક ની એક અસર રહે ઈ મોટામાં મોટો અનુભવ કહેવાય. જિંદગી માં આવું કોઈ દિ નહોતું બન્યું. કદાચ આપણને school life માં કોઈ છોકરી બી ગમી હોય ને પણ 72 કલાક યાદ નો આવે કાંઈ. આતો સાલી ઈ યાદ આ મોટામાં મોટું આશ્ચર્ય. અને આ લખવાનું શરુ થઇ ગયું ઈ પાછું આશ્ચર્ય નહિ? ! !
અક્ષય: દાદા ભગવાન માટે ની આપની થતી લાગણી, આપના શબ્દોમાં કહો….
કવિરાજ્શ્રી: હા. પછી તો આમ કલાકમાં છે ને પાંચ સાત વખત આવી જાય, યાદ જ આવી જાય. ને જે બોલ્યા હોય ને ઇ શબ્દો આમ અંદર ગુંજ્યા કરે. જેટલા બધા હોયને સત્સંગમાં, સત્સંગ નો એક બી શબ્દ મારી આમ ધારણા ની બહાર ન જાય, કારણ કે દાદા જે બોલે ઈ મને તરતજ અંદર ધારણ થઇ જાય. જે બોલે ઈ આખા વાક્યે વાક્ય, આખા કહીએ ને, type થઇ જાય એવું થઇ જતુ’તું મારે. ને એમને જોઉં ને, મને બહુ ઉલ્લાસ આવી જાય એકદમ આમ. ને દાદાને પોતાને પણ. ઘણી વખત માસી બા બી કહેતા કે – “દાદા વહેલા આવે પણ એમ ને એમ સુસ્ત બેઠાં હોય. પણ જેવા તમે સાત સવા સાતે આવો તો આમ એકદમ પલોંઠી વાળીને બેસી જાય ને એકદમ ઉલ્લાસમાં આવી જાય. ને તરતજ આખી ખાખી બીડી કાઢી ઈ ત્રણ કલાકમાં જેટલું નીકળ્યું હોય ને એટલું ત્રીસ – પાંત્રીસ minute માં બોલી નાખે આખું. જેને summary કહેવાય summary, short summary. ફરીથી આખું…… કારણકે મને એમાં થી પાછું કાંઈ બી પદ સ્ફૂરે એટલા માટે.
અક્ષય: કોઈ પણ વિષય પર પદ લખાય, ત્યારે બુદ્ધિના ડખા વગર એ પદો આપ કેવી રીતે લખી શકતા હતા? એ વિષે પ્રકાશ પાડો.
કવિરાજ્શ્રી: દાદા દર વખતે છે ને કોઈ ને કોઈ નવો subject કાઢે. Entry થાય ને મારી, હવે તે દિવસે સવારે ઘરમાં જે બન્યું હોય ને, હજી વાં દરવાજામાંથી આવતો હોઉં ને દાદા બોલે કે – “શાકમાં મીઠું ઓછું પડી ગયું હોય તો એને માટે કકળાટ કરવાનો નો હોય. આપણા માટે આજના દિવસે એ હિતકારી હશે. ને ભોગવે એની ભૂલ.” આવો subject કાઢે. પછી ઈ subject ઉપર એક અઠવાડિયું સત્સંગ ચાલે. એવી રીતે ‘બ્રહ્મચર્ય’ ઉપર આવે, વાત કાંઈ બી, તો અઠવાડિયા દસ દિવસ સુધીની એને માટે ની જે ત્રણસો ને સાઈઠ degree કહીએ ને આવી રીતે બધી વાત ચાલતી. હવે ચાર દિવસ અહિયાં અધૂરું રહ્યું હોય……. પછી વડોદરામાં ચાલે. ઈ વડોદરામાંથી મને નટુભાઈ કરીને આપણા મહાત્મા હતા નટુકાકા. અમે ‘વાસુદેવ’ કહેતા. એ લખીને મોકલે. એટલે મને continuity આવી રીતે સત્સંગની રહ્યા કરતી. અને એટલે મારો સત્સંગ કોઈ દી ચૂકાતો નહિ. અહીંથી….. અહીંથી દાદા વડોદરા બી જાય તો વડોદરાથી બી મને નટુકાકાના letter આવી જતા. એમાં મને ખબર પડે કે આ ત્યાં શું નીકળ્યું. એટલે મારી continuity આ રીતે બહુ. નવ વર્ષ સુધી આ continuity મારી રહી. એટલે કે ‘બ્રહ્મચર્ય’ ઉપર મારે લખવું હોય તો ‘બ્રહ્મચર્ય’ વિષે જેટલા દાદા વાક્ય બોલ્યા હોય ઈ બધા ‘at a time’ તમે computer માં આમ click કરો એટલે કેમ આવી જાય એમ મારી નજર સામે આવવા મંડે. પછી એને કેમ ગોઠવવા ઈ મને આ મારી ગાવાની આદત હતી ને, આ વાગોળવાની, સંગીતની મારી ટેવ હતી ને એટલે automatic જ આમ…. આમ એની મેળે જ આવવા મંડે અને પછી ઈ કોઈ વાર મગજમાં tune આમ આવ્યા કરે જેમ (Kavirajshri is humming) આવી રીતે ચાલે. એટલે મને થાય કે બ્રહ્મચર્ય ઉપર સાલું નથી આવ્યું. એટલે આમ મનમાં બોલું – ‘એક બ્રહ્મચર્યમાં’, પછી દાદા બોલ્યા હોય કે – “એનું ખંડન થાય તો બધા (વ્રત) તૂટી જાય”, (now Kavirajshri sings) ‘પાંચે વ્રતો આવી જાય’. પછી દાદા કહે કે – “જો બ્રહ્મચર્ય પાળે ને તો એનાથી આમ તેજ આવે.” (now Kavirajshri sings) ‘આખા શરીરે જો શીલ ઉભરાય’. આવી રીતે મને આવી line આવી જાય. એમાં પાછું મગજમાં ઘૂંટું અંદર કે આ ગાઈ શકાય છે કે નહિ બરાબર. આ રીતે આ પદ આવી જાય. પછી એને લગતા બધા connection માં જે બી વસ્તુ હોયને ઈ બધું આવતું જાય. ને પછી એમ થાય કે ના આના પછી આ line શોભે. કોઈ વાર પેલી line ને એમ થાય કે ના આને છેલ્લી કરી નાખું. અને વચમાં આની વચમાં હજી આવું હોઈ શકે. ઈ બધું આખા દિવસમાં ઘૂંટાય. ને સવારે પાંચ વાગે મારી ઊંઘ ઊડી જાય. ને આખું પદ લખાઈ જાય. બસ આ રીતે લગભગ બે-અઢી વર્ષ સુધી રોજે રોજનું એક પદ આવતું. રોજે રોજ…..
અક્ષય: શું આવા ઉચ્ચ આધ્યાત્મિક શબ્દોના અર્થો આપ સમજતા હતા?
કવિરાજ્શ્રી: હા. કોઈક વખત આમ બરાબર સમજણ સાથે આવે. કોઈક વખત એમ ને એમ બી આવી જાય. કે ચાલ, આની સાથે આ શબ્દ શોભેછેને. પણ ઈ ખરેખર accurate જ આવ્યું હોય. ને – “કવિનો શબ્દ ભૂલ વાળો હશે તો બી એનો અર્થ નીકળશે, જાવ”, એ blessing હતા દાદાના. ને લગભગ કોઈ એવો આવ્યો નહોતો કે છેકો પડે. એટલે દાદા પોતે કહેતા કે – “પદનો એક બી શબ્દ કોઈ છેક્તા નહિ.” આ કહે સહજ, સહેજા-સહેજ નીકળી છે ને સરળ. એટલા માટે.
અક્ષય: દાદાના દર્શન મુજબજ શબ્દોનું આ અદભુત welding કેવી રીતે થતું?
કવિરાજ્શ્રી: ના. એ તો દાદા પોતે આશ્ચર્ય પામતા કે – “આ welding તો જૂઓ.” દાદા એને welding કહેતા. Welding એટલે કહે ને કે ઈ સાંધો ઉખડી ન સકે, એને welding કહેવાય. આ બધાય ધાતુઓની ભાષામાં કે એને છેકાય જ નહિ, દરેક શબ્દ આમ જે special શબ્દ આવ્યો હોય ને દાદા ખૂબી એની કાઢતા ને બધાને બતાવે કે – “જો આ welding જૂઓ જો કેવું કેવું સરસ welding છે. કેટલું સરસ welding છે.”
અક્ષય: આપના માધ્યમ થકી આપને નિમિત્ત બનાવીને ‘દાદા જ આ બધું કરી રહ્યા છે’, એવું આપને સમજાતું, અનુભવાતું?
કવિરાજ્શ્રી: હા. હા. ઘણી વખત એમ થાય કે સાલું આ મગજમાં વિચાર બીજો ચાલતો હોય ને ઓચિંતું automatic બીજો flow આવતો હોય. ને એવી રીતે આમ બધા બીજા શબ્દો આવવા મંડે, line આવવા મંડે. બધું આવું આ subject ઉપર વિચાર નહોતો કર્યો આપણે. એવું આવવા મંડે. અને પછી આમ….. પછી કલમ રોકાય નહિ. હાથમાં જે કાગળિયું આવ્યું એના ઉપર લખી નાખું. અત્યારે બી હજી લખતા, અહિયાં, ઓચિંતું તમારી સાથે અત્યારે વાત કરું છુ અને બે શબ્દ કે કાંઈ નવા આવી જાય તો એને આ અત્યારે આ કાગળિયું બીજું હોય ને એની ઉપર લખી તો નાખું એક વખત. ટપકાવી નાખું. હજી આ ટેવ ખરી આજે. એવી રીતે આવી જતું. એને કોઈ સ્થળ, કાળ, સમય કોઈ બંધન નહિ. એક વાર ઓચિંતું માસીબાનો phone આવ્યો. ત્યારે એ વખતે છે ને દાદા જણાવતા નહિ કોઈને કે – “ક્યારે જઈએ છીએ ને ક્યારે આવીએ છીએ”. એટલે પછી મેં કીધું – “દાદા, અમને બહુ ખરાબ લાગે છે. અમે પછી દાદર ઉતરીએ અને તમને કોઈ કહે કે આજ દાદા વયા ગયા સવારે. એના કરતા તમે જાવ કે આવો ત્યારે અમને જણાવો.” એટલે પછી આવે ત્યારે છે ને માસીબાને સીધો phone કરી દયે કે – “અમે આવી ગયા છીએ.” માસીબાએ મને phone કર્યો કે – “દાદા આવી ગયા છે.” બસ આટલા શબ્દો બોલ્યા ને હજી office ખોલીને બેઠો’તો. તરતજ લખાઈ ગઈ line – ‘લાગે છે દાદા આવી ગયા છે.’ અને પંદર minute માં આખું પદ લખાઈ ગયું. –‘જs ને ચેતન છાંટી ગયા છે, લાગે છે દાદા આવી ગયા છે.” આવી રીતે લખાઈ જતું. પંદર minute માં આખું પદ લખાઈ ગયું. સાંજે જઈ ને દાદાને બતાવ્યું. દાદા તો ખુશ-ખુશ થઇ ગયા એકદમ – “કહેવું પડે!”. આવી રીતે લખાઈ જતું. એક ટકોર લાગેને આમ બસ આમ spark થઇ જાય ને આમ લખાઈ જાય.
અક્ષય: આજે આટલી જૈફ વયે પણ આપના અવાજની ગુણવત્તા આપ કેમ કરી જાળવી શક્યા છો?
કવિરાજ્શ્રી: એમાં મને છેને બહુ ઓછું બોલવાની ટેવ છે. ને બહુ બરાડા પાડીને બોલવાની ટેવ નથી. એટલે આ જળવાઈ રહે છે. બાકી તો God gifted, એને કુદરતી બક્ષીશ કહેવાય આ બધી. અને આને સ્વર પેટી કહેવાય. દરેકની સ્વર પેટી પોત પોતાની નિરાળી હોય છે. જેવા ભાવ કર્યાં હોય ને ઈ પ્રમાણે કોઈ કહે કે મારે આવી જાતનો અવાજ જોઈએ છે, તો એવી જાતનો. ઘણા ગમે એટલી કોશિશ કરે છતાં – ‘અ અ અ…..(Kavirajji sounding hoarse)’, એવો જ અવાજ નીકળે. એટલે હું તો ઘણી વાર મશ્કરીમાં કહું – ‘ગધેડો ગમે ઈ ઉમરનો થાય ને, તોય ઈ હોંચી- હોંચી બોલે ત્યારે ઈ આપણને ખબર પડી જાય કે ગધેડો જ બોલે છે’, કારણ કે in effect એ બધાની સરખી જ હોય. પણ એને જાળવવી પડે. એને તમે છેને, મેં કોઈ નિયમ નથી પાળ્યો, બાકી વરિયાળી, દૂધ, એલચી, સાકર, આ બધું ખાય તો અવાજ સારો રહે. અને મેં જિંદગીમાં આવું કાંઈ ખાધું જ નથી. એનાથી વિરુદ્ધ મારો બધો આહાર હતો. તમાકુવાળા પાન હોય, એમાં કડક સોપારી હોય. આવું બધું, સાવ…. સાવ વિરુદ્ધ આહાર હતો છતાંય ગવાય છે આ કુદરતી બક્ષીશ કહેવાય.
નિતેશ: કવિરાજ્શ્રી, એને દાદાની કૃપા કહેવાય?
કવિરાજ્શ્રી: દાદાની કૃપા તો 100% કહેવાય ને. 100%. હજી મને ઘણી વાર છેને, અરે America માં એક વાર થઇ ગયુ હતું , વસંતભાઈ લઇ ગયા હતા એક ઠેકાણે. અને આગલે દિવસેજ બહુ જોર જોર થી બધું બોલેલા ને – ‘કેમ છો વસંતભાઈ…… (Kavirajji sounding hoarse)’ કારણ કે ઓલું કોઈ દી આવી ઠંડી પડે એમાં સફર કરેલી નહિ. એટલે ને વસંતભાઈ તો ગાડી ચલાવે તો બસો-બસો kilometer દૂર જવાનું હોય. – ‘કેમ છો અ……..અક્ષયભાઈ’, આવો અવાજ થઇ ગયો. અને વાં જાહેર કર્યું એક મોટું મંદિર હતું એમાં. ત્યાંતો શું છે કોઈ church લઇને એમાં બધાય જેટલા ગુજરાતી હોયને, તમે… તમે જૈન હો તો ‘મહાવીર’ ની મૂર્તિ બેસાડો, સામે વળી કોઈ બાજુવાળો વૈષ્ણવ હોય તો ‘કૃષ્ણની’. મંદિર એક જ હોય ને બધા બધાયના ઉત્સવમાં જતા હોય. આવે ઠેકાણે મારો કાર્યક્રમ રાખેલો. હવે અવાજમાં સાવ આવો બેસેલો. પગથિયા ચડતાં જ સીધી અંદર દાદાને પ્રાર્થના કરી – ‘દાદા આજ લાજ તમારા હાથમાં છે.’ કારણ કે બધી…..બધી કોમના માણસો આવવાના હતા. ને આખું મંદિર ભરાઈ ગયેલું. મંદિર હતું હો! રીતસરનું. ને ત્યાં જઈને આપણે ‘નવ કલમ’ બોલ્યા ને એવા ફાટેલા અવાજે બી ગાયું ને એક-એક જણે વખાણ્યું કે – “શું સરસ તમે ગાયું છે!” પણ ત્યાં મારે ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ ને આવું બધું ગાવું પડે. પણ એક-એક જણે વખાણ્યું. મેં કીધું એટલે જો આ લાજ…..‘લાજ રાખે ભગવાન’ ઈ આ. સાવ અવાજ બેસી ગયેલો. તોયે સરખું ગવાણું. એટલે સત્સંગ વખતે ક્યારેય વાંધો નથી આવતો. તબિયત આવી હોય કે ગમે ઈ. ઈ વખતે છેને ઈ flow આવી જાય છે. આ કૃપા. આને કૃપા કહેવાય.
નિતેશ: આપ jainism અને શ્રીમદ્ રાજચંદ્રને દાદા જોડે કેવી રીતે સંલગ્ન કરો છો?
કવિરાજ્શ્રી: શ્રીમદ્ રાજચંદ્રે છેને jainism ના વિજ્ઞાનની શોધ ખોળ બધી કરી’તી. પણ અમુક જગ્યાએ અટકી ગયા હતા. ને આ વ્યવસ્થિત કેમ ચાલે છે ઈ નહોતું સમજાયું. છતાંય એમણે લખ્યું……લખાણમાં છે એમના કે – “જગત કોઈ અકળ વ્યવસ્થિત રીતે ચાલે છે.” પણ આ ‘વ્યવસ્થિત શક્તિ’ એ ફોડ દાદાએ પાડ્યો. એટલે દાદાએ અમુક વખતે ઉલ્લેખ કર્યો કે – “એમનું જે બાકીનું કામ રહી ગયું હતું ને ઈ અમારા આ દેહ થકી પૂરું થાય છે.” એટલે આ link પૂરી થઇ જાય કે શ્રીમદ્ નો આત્મા ઈ જ આ આત્મા છે. ને એ દાદા અમુક વખતે અમને ફોડ બી પાડ્યા હતા. અમે જયારે ખંભાત ગયા હતા ત્યારે ફરતા ફરતા દાદા કહે કે – “જૂઓ! અમે અમારી મૂર્તિને પગે લાગીએ છીએ. અમે ના પાડી’તી… અમે ના પાડી’તી. છતાં લોકોએ જો અમારી આ મૂર્તિ બનાવી. અમે ના પાડી’તી.” એટલે અમારું ઓલું પદ છે ને, એ line મારી એમાં – “જાતે અમે આવ્યા છીએ પૂર્વે આ વદેલ જો, કાઢી લેજો કામ, હું છુ મૂળ મોક્ષ પહેલ જો. સત્પુરુષનો ભેટો થવો, અતિશય દુર્લભ જો. ભેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ જો. ઓળખાણ પડ્યે કામ કાઢી લેવું કહેલ જો. કામ કાઢી સાંધો મળ્યે કાયમી ઉકેલ જો.” Prove થઇ જાય છે કે, ‘અમે પહેલાં કહી ગયા છીએ ને ઈ જ અમે આવ્યા છીએ’. – ‘જાતે અમે આવ્યા છીએ, પૂર્વે આ વદેલ જો’ (Kavirajshri sings). “અમે પૂર્વે આ કહી ગયા છીએ કે મોક્ષ મળશે તો અમારા થકી જ. તો અત્યારે prove થઇ ગયું છે કે અમે આવી ગયા છીએ.” આ તો આનો ગૂઢાર્થ સમજે તો માણસ ને ખબર પડે.
અક્ષય: કવિરાજ્શ્રી! આપના જ પદની એક line છે – ‘ગાયક ને ગાતો જોવા ને, ગાયિકા ખૂબ-ખૂબ રોઈ છે.’……..
કવિરાજ્શ્રી: એમાં એટલેકે હું પહેલા છે ને મારી આમ ઠામ ઠેકાણાં વગરની જિંદગી હતી. એટલે દાદા ભગવાને મારું નામ ‘ગાયક’ પાડ્યું હતું. અને દમયંતી નું નામ ‘ગાયિકા’ પાડ્યું હતું. એટલે – “એ ગાયક આવી ગયો.” પછી દમયંતી આવે તો કહે – “ગાયિકા આવી ગઈ.” એટલે આવા શબ્દો દાદા બોલતા. પણ ત્યારે છે ને જિંદગી કોઈ છે ને….ઠામ ઠેકાણા વગરની હતી. એટલે માણસને tragedy તો લાગેને. એટલે પછી દાદા મળ્યા પછી આ balance આવવા માંડ્યું. એટલે કોઈ regularity નહોતી. આ કહું ને રવિવારે સવારે નીકળી ગયો હોઉં નવ વાગે, તો રાત્રે બારે છેલ્લી ગાડીમાં આવ્યો હોઉં. એવી life હતી. અરે લગન કર્યાં ત્યારે મને ખબરેય નહોતી કે આપણે કમાવું પડે ને ઘરમાં ખર્ચો આપવો પડે. આવા મગજ હતા બેકાર. એટલે દુ:ખ તો થાયને.
અક્ષય: આ line જરા…… ગાઈને….
કવિરાજ્શ્રી: Kavirajshri sings – “ગાયક ને ગાતો જોવાને, ગાયકી ખૂબ-ખૂબ રોઈ છે”, આ તો આખું પદ…. વર્ષો પહેલાં આ તો…. 38-40 વર્ષ પહેલાં લખાયેલું પદ છે. કઈ bookમાં છે ઈયે મને ખબર નથી.
નિતેશ: દાદા ભગવાન માટે આશ્ચર્યકારી અદભુત વિશેષણો જેમકે ‘કલ્કિ અવતાર’ અને બીજા, એ આપ કેવી રીતે આપી શક્યા છો?
કવિરાજ્શ્રી: ના ના. એ તો જે…. કવિએ જે આ બધા વિશેષણો આપ્યા છે ને એને જ દાદા welding કહેતા. – “રોકડનાથ મારા દાદા ભગવાન, તીર્થંકર નુર મારા દાદા ભગવાન, બ્રહ્માંડી શક્તિ મૂળ દાદા ભગવાન, ચોવીશી રચનાર દાદા ભગવાન”, આ બધા કોઈ અજોડ, કોઈ કલ્પનામાં ન હોય એવા બધા શબ્દો છે. અને હજી સુધી આ બધા લગભગ જેટલા લેખકો પાક્યાને દાદા પછીના ઈ આ શબ્દો વાપરે – ‘બ્રહ્માંડી શક્તિ મૂળ’, આ ત્રીજો શબ્દ જ એની પાસે નહિ આવે. આવા ઘણા શબ્દો છે. આવા એક જયંતભાઈ હિરાણી કરીને અમદાવાદમાં હતા. એમણે કે આવા આખા……આખી એક diary લખી’તી કે કવિના પદોમાંથી નવા શબ્દો કે જે શાસ્ત્રોમાં ન હોય એવા. અને એક-એક શબ્દ પર આફરીન થઇ જતા. એમણે બહુ શાસ્ત્રો વાંચેલા…બહુ શાસ્ત્રો વાંચેલા. અને એમાંયે એમને અમુક line તો આપણી બહુ ગમતી. ઓલું – “જગતમાં મિશ્ર ચેતન સંગ, ન બનશો ક્યાંય પણ નીડર, મળો ત્યારે શુદ્ધાત્મા જોઈ, છુટા પડતાં પ્રતિક્રમ ધર.” આવી….આવી line તો ઘરમાં રીતસરસુવર્ણ અક્ષરે લખીયે’ને આવી રીતે લખી નાખતા.
અક્ષય: તો કવિરાજ્શ્રી! આવા અજોડ welding થયેલા શબ્દો, ‘વિશેષણો’ આપનામાં કેવી રીતે આવતા?
કવિરાજ્શ્રી: એમાં…..અમુક એવા શેરબજાર વાળા માણસ બી આવતા કે – “દાદા તમે જેમ કવિ ને આશીર્વાદ આપ્યા ને એ કવિ થઇ ગયો એમ અમને બી આશીર્વાદ આપોને. અમે બી કવિતા લખી શકીએ.” દાદા કહે – “એમ નો થાય. એને આગલા જન્મોનું આરાધન હોય આ બધું.” કહે આગલા જન્મોમાં બી બધું આવું કામ કર્યું હોય. દાદા તો નરસિંહ…..નરસિંહ મહેતા જ કહેતા. એટલે કહે કે ઈ જ આ આત્મા છે. આમ એટલે કે નરસિંહ મહેતા આમ ગુજરાતીમાં આદ્ય કવિ ગણાય અત્યારે. આ છેલ્લા વર્ષોમાં જૈનોની પૂજા લખાતી, બાકી જે ગુજરાતી કવિતાનું સાહિત્ય કહેવાયને તો નરસિંહ મહેતા થકી સાહિત્ય તરીકે આવ્યું બહાર. એટલે આદ્ય કવિ કહેવાય નરસિંહ મહેતા. દાદાએ એમ બે-ત્રણ વાર ઉલ્લેખ કર્યો છે કે – “આ ઈ જ આત્મા છે નવનીત એટલે.
અક્ષય: આપને આપનું પ્રિય પદ કયું?
કવિરાજ્શ્રી: મને પોતાને મારું સહુથી…… સહુથી વધારે મારે છેને ‘સર્વસ્વ અર્પણ’. કે આમ તો ઘણા છે બધા. તમે કોઈ માં ને પૂછો કે – “તમારે ભઈ, છ બાળક છે એમાં કયું પ્રિય?”. તો કંઈ એમ કહે કે – “પહેલો વહાલો છે ને બીજો વહાલો નથી, અળખામણો છે.” એમ કવિ છે ને…… દરેક પદ અમને પ્રિય જ હોય. જ્યાં પ્રસુતિની વેદના થાય ને એવી અંદર વેદના થાય. પછી આ જન્મ પામે છે. એમ ને એમ નથી લખાતું એકેય પદ. બહુ અંદર વેદના થાય. ને જયારે લખાઈ જાય સરસ, તો આમ બહુ આનંદ થાય. લાખો રૂપિયા મળી ગયા હોય ને એવો….એવો આનંદ અંદર થાય. પણ મારું પોતાનું પ્રિય આ – “સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં…..સુચરણોમાં…..સુચરણોમાં”. શા માટે? કે આ જયારે લખાણુંને ત્યારે….ત્યારે દાદા પાસે ગયો હું ને સંભળાવ્યું. દાદા આમ જોઈ રહ્યા. ને…..ને કહે – “માગ માગ… જે માગે ઈ આપી દઉં.” મેં કીધું – “દાદા આપો….એવા આશીર્વાદ આપો કે આ ગીત છેને દુનિયાના કોઈ પણ મંદિરમાં ગાઈ શકાય. એવા આશીર્વાદ આપો.” ને ખરેખર મને પોતાને એમ હતું કે આ…આ ગીત તો આપણું એવું છે કે કોઈ પણ temple માં તમે christian, મદ્રાસી, આ તે, ક્યાંય પણ ગાઓ ને તો ગવાય એવું છે. એટલે દાદાએ વધારે રાજી થઇ…….ઉલટા વધારે રાજી થઇ ગયા એ વખતે. એકદમ. ને કહે કે – “જા! તારા મોઢે….” આ તો ચોથું કે પાંચમું જ પદ છે હં. હા! ! આ ‘સર્વસ્વ’. ને કહે કે – “જા! તારા કલમે અને જીભે સરસ્વતી વહેશે.”. અને પછી તો રોજ ના રોજ ના પદો લખાવા લાગ્યા આ blessing થી. આ blessing થી આ બધું લખાવા માંડ્યું. આ ‘સર્વસ્વ’ માં એનાથી.
અક્ષય: આ જ સંદર્ભમાં જયારે દાદાજીએ કહ્યું કે – “તારા મોઢે સરસ્વતી વહેશે.” એવા દાદાના આશીર્વચન મળ્યા, એના પહેલા આપ કેટલી વાર દાદાજીને મળ્યા હશો?
કવિરાજ્શ્રી: ના! બસ જો આ… આ તો આ જ્ઞાન પછી આ લખાવાનું શરુ થયું ને. એ પહેલા તો મળ્યો જ નહોતો ને. પહેલું આ ‘અંધારા કોટિ’, ને પછી બે-ચાર બીજા પદ અને પછી પાંચમું-છઠું આ લખાઈ ગયું.
અક્ષય: આપની ત્યારની અનુભૂતિને વર્ણવો જેણે દિવસો, મહિનાઓ, વર્ષો સુધી દાદાના એ આશીર્વચનથી, આપના મોઢેથી સરસ્વતી વહાવી છે.
કવિરાજ્શ્રી: ના એટલે આ….ફક્ત આ દાદાનું લખવાનુંને એના સિવાય મારાથી કાંઈ બીજું કાંઈ લખાણું બી નથી. બોલો! ઘણી વાર કહે કે – “આનો લગન પ્રસંગ છેને એને માટે લખી આપો ને આવું.” મેં કીધું કે – “ભઈ હું ઓલો ફર્માઇશીયો કવિ નથી.” મને દાદાના, અંદરના અંદરથી, આમ ટકોરો વાગેને, દાદા માટે જ લખાય છે. બીજા કોઈને માટે લખાતું નથી. એક મારા માતુશ્રી ગયા ત્યારે મેં એક પ્રાર્થના સભામાં એક ગીત ગાયું’તુ. તે છ મહિના પછી બીજા એક જણા આવ્યા મને કહે કે – “અમારા પણ માતુશ્રી ગયા છે. લખી આપોને.” મેં કીધું – “હું ઓલું ફરમાઇશ ઉપર લખનારો કવિ નથી. મને તો અંદરથી અંદર ટકોરો થાય, અંદર પ્રેરણા થાય તો જ મારાથી લખાય છે નહીંતર નથી લખી શકાતું. જેને readymade કહીએ ને એવું નથી મારામાં. નથી એવું ભઈ.”













JS, Excellent work done
JS, It’s amazing !! waiting for PART II
It is so amazing. I feel like I am listening Kaviraj live and reminded me when he first came to California. Waiting for second part…
Its nice, that as Kaviraj sang that Kathir mathi Kanchan banave, ye Sangeshwar ne Vandan. JS. Devshibhai Zaveri from Mumbai. 9322227599
JS, It is so good.Kavi ni karjo kavvali, thabaka sang dai tali,zalakse GYNE bhamadi,pragat DADA thki vani…
js.Ashokanandji….Khambhat.09924874465
Its now, time to also make effort to take interviews of all Mahatma thruout 1963 years onwards, whoever met DADA in that early years, we must collect all pearls of DADA to whom DADA has given as an Agna, Blessing and some secret views for Development of Individual Mahatma, we must get such Pear (Moti) Necklace(Mala) and the same collection we may Gardland to Dada’s Big pictures, such act of all process will definately rewarded by DADA thru his Karunya Cream Eyes, (which very few Mahatmas might have noticed/viewed.). As in Kramik it is known as we are entity(Ansh) of God in our DADA’s path of Akram we all Mahatmas are somehow in small or in reasonable level we are nearer to DADA and also as good as Ansh (image of Dada).
This is a vision of Individual Mahatma and no Mahatma should treat as it is true or otherwise. (Devshibhai Babaria now introducting self as a Zaveri of DADA)
JS, Kaviraj is great by DADA’s Grace, so Dada used to say that U should say that because of Dada’s grace its happen and I have not done anything (should not eat whole Ladoo in one stroke) and Dada say’s I M only an evidence (Nimit), then its proper to present ourself. As Dada also used to say that we are all Purva Viradhak Jivo and from Pancham Aaras, hence there is no BARAKAT in us, therefore we can not do anything, in view of above DADA says, U have to only say that DADA U do, we are not able to do anything then only Dada’s Grace will help effective…………… incomplete.
નાઇસ ઇન્ટર-વ્યૂ
જ-સી
JS, It is so good.Kavi ni karjo kavvali, thabaka sang dai tali,zalakse GYNE bhamadi,pragat DADA thki vani…
JS, It is so good.Kavi ni karjo kavvali, thabaka sang dai tali,zalakse GYNE bhamadi,pragat DADA thki vani…
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો………………………………..
jay sacchidanand.
very nice interview.
can i please get the pad of kaviraj on net and can i download them?
JS, Wish 2 all of our Mahatmas a Happy Diwali by relative view point and thru Real View Point, all the elightened Mahatma should sincerely worship DADA and get energetic in 5 Agna(Commands) and do not leave any effort to reach 2 Spasht Atmanu Vedan (Its possible in this Duman kal). DADA is within us, we must push the right button. JS. devshibhai Zaveri.