Jssyouth's Blog

An experience sharing forum for JSS Youth…

Gnani Na Rajipo Ni Chavi: ‘‘જ્ઞાની’’ના રાજીપાની ચાવી September 1, 2010

Filed under: Satsang — jssyouth @ 10:21 am

Aaptavani–Dada Bhagwan

‘‘જ્ઞાની’’ના રાજીપાની ચાવી

પ્રશ્નકર્તા ઃ દાદા ભગવાન,આપની સાચી ઓળખાણ કરવા અમારે શું કરવું જોઈએ?અને આપનો રાજીપો મેળવવા માટે અમારે કઈ રીતે પાત્રતા કેળવવી જોઈએ?

દાદાશ્રી ઃ રાજીપો મેળવવા માટે તો પરમ વિનયની જ જરૂર છે,બીજી કશી જરૂર નથી. પરમ વિનયથી જ રાજીપો થાય છે ! પગ દબાવવાથી રાજીપો થાય છે એવું કશું છે જ નહીં. મને ગાડીઓમાં ફેરવો તોય રાજીપો ના મળે,પરમ વિનયથી જ મળે.

પ્રશ્નકર્તા ઃ પરમ વિનય સમજાવો.

દાદાશ્રી ઃ જેમાં‘સિન્સિયારિટી’ને‘મોરાલિટી’વિશેષ હોય અને અમારી જોડે એકતા હોય,જુદાઈ ના લાગે,હું ને દાદા એક જ છીએ એવું લાગ્યા કરે,ત્યાં બધી શક્તિઓ ઉત્પન્ન થઈ જાય. પરમ વિનયનો અર્થ તો બહુ મોટો થાય. આપણે અહીં સત્સંગમાં આટલા બધા માણસો આવે,પણ અહીં પરમ વિનયને લઈને કાયદા વગર બઘું ચાલે. પરમ વિનય છે,માટે કાયદાની જરૂર પડી નથી.

અમારી આજ્ઞામાં જેમ વિશેષ રહે,તેને પરિણામ સારું રહે,એને અમારો રાજીપો પ્રાપ્ત થઈ જાય.તમે એવું પરિણામ બતાડો કે મને તમને મારી જોડે બેસાડવાનું મન થાય.

બીજું,આપણેબ્રહ્માંડના માલિક છીએ,એટલે કોઈ જીવને ડખલ ના કરવી. બને તો‘હેલ્પ’કરો ને ના બને તો કંઈ હરકત નથી,પણ કોઈને ડખલ ના જ થવી જોઈએ.

પ્રશ્નકર્તા ઃ એટલે એનો અર્થ એવો કે પર આત્માને પરમાત્મા ગણવો?

દાદાશ્રી : ના,ગણવાનું નહીં,એ છે જ પરમાત્મા ! ગણવાનું તો ગપ્પું કહેવાય. ગપ્પું તો યાદ રહે કે ના પણ રહે. આ તો ખરેખર પરમાત્મા જ છે,પણ આ પરમાત્મા વિભૂતિસ્વરૂપે આવેલા છે,બીજું કશું છે જ નહીં. પછી ભલે ને,કોઈ ભીખ માગતો હોય,પણ તેય વિભૂતિ છે અને રાજા હોય તેય વિભૂતિ છે. આપણે અહીં રાજા હોય તેને‘વિભૂતિસ્વરૂપ’કહે છે,ભીખ માગતાને નથી કહેતા. મૂળ‘સ્વરૂપ’છે,તેમાંથી વિશેષતા ઉત્પન્ન થઈ છે,વિશેષ રૂપ થયેલો છે એટલે‘વિભૂતિ’કહેવાય અને વિભૂતિ તે‘ભગવાન’જ ગણાય ને ! એટલે કોઈનામાંય ડખલ તો ના જ કરવી જોઈએ. સામો ડખલ કરે તો એને આપણે સહન કરી લેવી જોઈએ,કારણ ભગવાન ડખલ કરે તો આપણે એને સહન કરવી જ જોઈએ.

—દાદા ભગવાન

***************************************

પ્રશ્નકર્તા ઃ શુદ્ધ પ્રેમસ્વરૂપ એટલે કેવી રીતે રહેવું?

દાદાશ્રી ઃકોઈ માણસ હમણાં ગાળ ભાંડીને ગયો અને પછી તમારી પાસે આવ્યો તોયે તમારો પ્રેમ જાય નહીં,એનું નામ શુદ્ધ પ્રેમ !ફૂલ ચઢાવે તોયે વધે નહીં. વધેઘટે એ બધી આસક્તિ. જ્યારે વધે નહીં, ઘટે નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ.

—દાદા ભગવાન

******************************************************

ખરી રીતે તો કોઈના માટે તો અભિપ્રાય રાખવા જેવું જગત જ નથી.કો’કને માટે અભિપ્રાય રાખવો એ જ આપણું બંધન છે ને કોઈના અભિપ્રાય રહ્યા નહીં એ આપણો મોક્ષ છે.કો’કને ને આપણને શી લેવાદેવા? એ એનાં કર્મ ભોગવી રહ્યો છે, આપણે આપણાં કર્મ ભોગવી રહ્યા છીએ. સહુ-સહુનાં કર્મ ભોગવી રહ્યાં છે, એમાં કોઈને લેવાદેવા જ નથી, કોઈનો અભિપ્રાય બાંધવાની જરૂર જ નથી.

પ્રશ્નકર્તા ઃ હવે અમારે અભિપ્રાય ક્યાં બંધાય છે?વ્યવહારમાં બંધાય છે. આ તો એવું બને કે મને ખબર પણ ના હોય ને કહેશે, ‘આ ઇન્દુભાઈને કહ્યું છે, તમને પાંચ હજાર રૂપિયા આપી ગયા ને?’ ત્યારે મને ખબરેય ના હોય કે આ મારા નામે ખોટું બોલીને આવ્યો છે, એટલે પછી અભિપ્રાય પડે કે‘આ જૂઠો છે, ખોટો છે.’

દાદાશ્રી ઃ ભગવાને તો એટલે સુધી કહ્યું છે કે ગઈ કાલે આપણા ગજવામાંથી સો રૂપિયા એક માણસ લઈ ગયો ને આપણને અણસારાથી કે આજુબાજુના વાતાવરણથી એ ખબર પડી, પછી બીજે દહાડે એ આવે તો એના પર દેખતાંની સાથે શંકા કરવી એ ગુનો છે.

પ્રશ્નકર્તા ઃ મને આ અભિપ્રાય રહે છે કે‘આ જૂઠો છે’, તો એ ગુનો છે?

દાદાશ્રી ઃ શંકા કરવી ત્યાંથી જ ગુનો ઉત્પન્ન થાય છે. ભગવાને શું કહ્યું છે? કે ગઈ કાલે એનાં કર્મના ઉદયથી ચોર હતો ને આજે ના પણ હોય, આ તો બઘું ઉદય પ્રમાણે છે.

પ્રશ્નકર્તા ઃ પણ તો અમારે વર્તવું કેવી રીતે? અમે જો અભિપ્રાય નથી રાખતા તો એ પેધી પડ્યો કે‘આ તો ઠીક છે,આ કંઈ બોલવાના નથી માટે આપણે રોજ રોજ આક્ષેપો નાખતા જાવ.’

દાદાશ્રી ઃ નહીં, આપણે તો એને અભિપ્રાય આપ્યા સિવાય ચેતીને ચાલવું.આપણે ગજવામાં પૈસા રાખતા હોય ને આપણે જાણ્યું કે આ માણસ અહીંથી ઉઠાવી ગયો છે, તો કોઈની ઉપર અભિપ્રાય ના બંધાય એટલા માટે આપણે પૈસા બીજી જગ્યાએ મૂકી દેવા.

પ્રશ્નકર્તા ઃ એમ નથી, આ તો એક માણસ પોતાનો કોઈ બીજો લેણદાર હોય એને એમ કહેશે, ‘મેં ઇન્દુભાઈને કહ્યું છે,એમણે તમને પૈસા મોકલી આપ્યા છે.’ ત્યારે થાય કે‘હું તને મળ્યો નથી, તું મને મળ્યો નથી ને આટલું જૂઠું બોલે છે?’ મારે આવું બને ત્યાં હવે કેવી રીતે વર્તવું?

દાદાશ્રી ઃ હા, એવું બઘું ખોટુંયે બોલે, પણ એ બોલ્યો શાથી?કેમ બીજાનું નામ ના દીઘું ને‘ઇન્દુભાઈ’નું જ દે છે? માટે આપણે કંઈક ગુનેગાર છીએ.આપણા કર્મનો ઉદય એ જ આપણો ગુનો છે.

પ્રશ્નકર્તા ઃ પણ અહીંયાં મારે વર્તવું કેમ?

દાદાશ્રી ઃ રાગ-દ્વેષથી આ સંસાર ઊભો થાય છે ! આનું મૂળ જ રાગ-દ્વેષ છે. રાગ-દ્વેષ કેમ થાય છે? ત્યારે કહે કે, ‘કોઈનામાં ડખલ કરી કે રાગ-દ્વેષ ઊભો થયો.’ એ ઘરમાંથી ચોરી ગયો હોય, છતાંય તમે એને ચોર માનો, તો તમારો રાગ-દ્વેષ ઊભો થયો, કારણ કે‘આ ચોર છે’ એવું તમે માનો છો અને તે તો લૌકિક જ્ઞાન છે, અલૌકિક જ્ઞાન તેવું નથી.અલૌકિકમાં તો એક જ શબ્દ કહે છે કે તે તારા જ કર્મનો ઉદય છે !એના કર્મનો ઉદય અને તારા કર્મનો ઉદય એ બે ભેગા થાય એટલે એ લઈ ગયો, તેમાં તું ફરી પાછો શા માટે અભિપ્રાય બાંધે છે કે આ ચોર છે?!

અમે તો તમને કહીએ કે ચેતીને ચાલો. હડકાયેલું કૂતરું મહીં પેસી જાય છે એમ લાગે કે તરત‘આપણું’ બારણું વાસી દો,પણ તેની પર તમે એમ કહો કે‘આ હડકાયેલું જ છે’, તો એ અભિપ્રાય બાંઘ્યો કહેવાય.

પ્રશ્નકર્તા ઃ અરે દાદા, કૂતરું પેસી જશે માટે બારણું વાસવાને બદલે હું સામો જોર કરું અને બારણું બંધ કરતાંય બારણાનો ફજેતો કરું ને કૂતરાનોયેફજેતો કરું.

દાદાશ્રી ઃ આ બઘું લૌકિક જ્ઞાન છે. ભગવાનનું અલૌકિક જ્ઞાન તો શું કહે છે? કે કોઈની ઉપર આરોપેય ના આપશો, કોઈની ઉપર અભિપ્રાય ના બાંધશો, કોઈના માટે કશો ભાવ જ ના કરશો. જગત નિર્દોષ જ છે ! એવું જાણશો તો છૂટશો. જગતના તમામ જીવો નિર્દોષ જ છે ને હું એકલો જ દોષિત છું, મારા જ દોષે કરીને બંધાયેલો છું, એવી દ્રષ્ટિથશે ત્યારે છૂટશો.

ભગવાને જગત નિર્દોષ જોયું,મને પણ કોઈ દોષિત દેખાતું નથી !ફૂલહાર ચઢાવે તોય કોઈ દોષિત નથી ને ગાળો ભાંડે તોય કોઈ દોષિત નથી અને જગત નિર્દોષ જ છે. આ તો માયાવી દ્રષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દ્રષ્ટિનો જ દોષ છે !

દાનેશ્વરી માણસ દાન આપે છે તેને ભગવાન કહે છે, ‘તું શું કરવા રાજી થાય છે?’ ત્યારે એ કહે, ‘આ દાન આપે છે એ કેવા સરસ લોકો છે !’ એય એનાં કર્મના ઉદય ભોગવી રહ્યા છે, દાન લેનારાયે એનાં કર્મના ઉદય ભોગવી રહ્યા છે

જ્યાં સુધી પોતાના દોષો દેખાતા નથી અને પારકાના જ દોષો દેખાયા કરે છે એવી દ્રષ્ટિ જ્યાં સુધી છે, ત્યાં સુધી સંસાર ઊભો રહેવાનો અને જ્યારે પારકાના એકુય દોષ નહીં દેખાય અને પોતાના બધા જ દોષો દેખાશે ત્યારે જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. બસ, આટલો જ દ્રષ્ટિફેર છે !

પારકા દોષ દેખાય છે એ આપણી જ દ્રષ્ટિમાં ભૂલ છે, કારણ કે આ બધા જીવો કોઈ પોતાની સત્તાથી નથી, પરસત્તાથી છે,પોતાના કર્મના આધારે છે, નિરંતર કર્મોને ભોગવ્યા જ કરે છે ! એમાં કોઈ કોઈનો દોષ હોતો જ નથી. જેને આ સમજણ પડી તે મોક્ષે જશે, નહીં તો વકીલાત જેવી સમજણ પડી તો અહીંનો અહીં જ રહેશે, અહીંનો ન્યાય તોળશે તો અહીંનો અહીં જ રહેશે

દાદા ભગવાન

*********************************************

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s