Jssyouth's Blog

An experience sharing forum for JSS Youth…

Essay Contest Reminder… Deadline approaching.. June 26, 2011

Filed under: Announcements — jssyouth @ 7:49 pm

II સ્પર્ધા વિનાની દિવ્ય નિબંધ સ્પર્ધા II

એક્ત્વ અને અભેદતાની શોધમાં :

જ્ઞાની પુરુષ”ની દિવ્ય દશાને પ્રકાશો !!

            ‘દાદાઈ’ ‘જે એસ એસ યુથ’ (જય સચ્ચિદાનંદ સંઘ) ના શ્રેષ્ઠ,પ્રતિભાવંત યુવાનોને જય સચ્ચિદાનંદ!

આપણે, ‘જે એસ એસ યુથ-વિશ્વ વ્યાપક’ સૌ, વીતેલાં ભવ્ય વર્ષમાં ‘દાદાજી’ની આપણી ઉપરની અસીમ કૃપાનો અદ્‌ભુત અનુભવ કરી રહ્યા છીએ. અને તેથી જ આપણે ‘એમના’ મૌન અકર્તા પદને  નિહાળી શકીએ છીએ, ‘એમની’ અદ્‌ભુત દિવ્ય હાજરી જોઈ,જાણી,માણી શકીએ છીએ. તો ચાલો  આપણે થોડો સમય કાઢી પ્રાર્થના સાથે, “જ્ઞાની પુરુષની ‘દિવ્ય દશા’ને પ્રકાશવાનો નમ્ર પ્રયાસ કરીએ, જેથી કરીને આપણે પણ આપણું રિયલ’ અને ‘રિલેટિવ’ સ્વરૂપ જેમ છે તેમ સમજી, પ્રગટાવી શકીએ.

‘દાદા દર્શન કમિટી’, એની બીજી વાર્ષિક ‘જે એસ એસ વાય’- “સ્પર્ધા વિનાની દિવ્ય નિબંધ સ્પર્ધા”, સૌ કોઈ માટે આયોજન કરી રહી છે.

ભાગ લેનારાઓએ એમના નિબંધો (૨ થી ૩ ટાઇપ કરેલા અથવા હસ્ત લેખિત પાનાં ) ‘જે એસ એસ વાય શિબિર,કેલિફોર્નિયા’- જુલાઈ,૨૦૧૧ પહેલા મેઈલ કરવાના રહેશે. આ વર્ષે નિબંધ પર વિશેષ ધ્યાન “જ્ઞાની પુરુષની દિવ્ય દશાને પ્રકાશો” વિષય પર રહેશે. આ વિષય પર તમને જે સમજાયું હોય, જે સૂઝ પડી હોય, જે અનુભવાયું હોય,તે તમારા અનુભવો અને સમજ નીચેના કોઈ પણ એક અથવા વધુ વિષયો પર લખી મોકલાવો.

૧. “જ્ઞાનીની આંતરદશા, આંતરચર્યા અને બાહ્ય જગત સાથેનો આંતરિક વ્યવહાર સંબંધ (“જ્ઞાની” એ આખા જગતની ‘ઓબ્ઝર્વેટરી’છે).

૨. “જ્ઞાની પુરુષનું અકર્તા પદ અને પ્રત્યેક બાહ્ય પ્રવૃતિમાં રહેલ અંતર આશય.

૩. “જ્ઞાની પુરુષની દિવ્ય કૃપા અને કરુણાનો પ્રવાહ (‘ફ્લો’) તથા ‘એમના’ દિવ્ય આશીર્વાદની શક્તિ.

૪. કુદરત, મહાત્માઓ અને જગતના સર્વે જીવો સાથેની “જ્ઞાની પુરુષની અભેદતા અને અસીમ શક્તિઓ તથા સિદ્ધિઓ.

૫. “જ્ઞાની પુરુષ કહે છે – “હું જગતના સર્વે જીવોને માટે જવાબદાર છું” (મારી સાથે સંપર્કમાં આવતા).

: સ્પર્ધાના નિયમો :

1. નિબંધ ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં સ્વીકારવામાં આવશે.

2. સ્પર્ધકો મહાત્માઓ, આપ્તપુત્રો, મિત્રો, પરિવારજનો પાસેથી માર્ગદર્શન, સલાહસૂચન લઈ શકે છે.

3. નિબંધ હસ્ત લિખિત અથવા ટાઈપ કરેલો ચાલશે.

4. નિબંધ યૂથ શિબિર અથવા તેના પહેલા jssyouth@gmail.com પર મેઈલ કરવા.

5. સ્પર્ધકો એક કરતા  વધારે નિબંધ પણ મોકલી શકે છે.

6. સ્પર્ધકોને વિષય-વસ્તુ (ઓરિજિનાલિટી) અને રચનાત્મકતાને આધારે મૂલવવામાં આવશે. તેને ઉમ્મર પ્રમાણે ચાર ગ્રુપમાં વિભાજિત કરવામાં આવશે. (a) ૧૮ વર્ષ સુધીના (b) ૧૯ થી ૩૫ વર્ષ સુધીના (c) ૩૫ થી ૫૦ વર્ષ સુધીના (d) ૫૦ વર્ષથી ઉપરના  (મહાત્માઓ તથા આપ્તપુત્રો સહિત).

નિબંધ સ્પર્ધાને ગુરુપૂર્ણિમા અને યૂથ શિબિરમાં આશીર્વાદ મળશે. ગુરુપૂર્ણિમા-૨૦૧૧ માં સ્પર્ધકોને ઇનામો (સ્મૃતિ ચિન્હ) આપવામાં આવશે. તમારી પ્રેરણા, વિચારો અને અનુભવને બધાની સામે રજૂ કરવા માટે અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. બધા જ નિબંધોને ‘યૂથ’માં રજૂ  કરવામાં આવશે. જે દાદાની દિવ્ય છત્રછાયા નીચે, દાદાઈ પરિવાર તરીકે, આપણને બધાને કંઈક શીખવા, સમજવા માટે ઉપયોગી બનશે.

વધુ માહિતી માટે jssyouth@gmail.com પર મેઈલ કરો.

આંતરરાષ્ટ્રીય કો- ઓર્ડિનેટર:    

માયાબેન પટેલ : ૯૭૨-૪૧૪-૦૩૬૨      mayahpatel@yahoo.com

મયુર પટેલ : mayur91@yahoo.com

ભારતમાં સંપર્ક :

અક્ષય વોરા (મુંબઈ) અને અક્ષય પટેલ (વડોદરા)

અમે તમારા નિબંધોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

 II જય સચ્ચિદાનંદ II

II દાદા ભગવાનના અસીમ જય જયકાર હો II