Jssyouth's Blog

An experience sharing forum for JSS Youth…

Guru Purnima 2013 July 29, 2013

Filed under: Uncategorized — jssyouth @ 8:47 pm

ૐનમો વિતરાગાય

શ્રી સીમંધર સ્વામી અરિહંત પરમાત્માનેનમસ્કાર!

વાત્સલ્યમુર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનનેનમસ્કાર!

પ્રગટ જ્ઞાની પુરૂષ વાત્સલ્યમુર્તિ શ્રી કનુદાદાજીના ચરણોમાં, અમ સૌ ટેક્ષાસ અને ઓક્લાહોમાના મહાત્માઓનાં સાષ્ટાંગ દંડવ્રત પ્રણામ!!! પૂજ્ય મનહરબા, પૂજ્ય આપ્તપુત્રો સાહેબો, જય સચ્ચિદાનંદ સંઘ, વડીલો, મહાત્માઓ તથા JSS Youthને લઘુભાવે પ્રણામ. દાદાજી, આપ અહીં ડલાસ ગુરુપુર્ણિમામાં પધાર્યા અને આપે અમ સૌ મહાત્માઓ પર અપાર કરુણા વર્ષાવી. આ દિવ્ય અનુભવથી, અમે સૌ હ્રદયથી ભાવવિભોર અને ઉલ્લાસીત છીએ અને હ્રદયથી વારંવાર નમીએ છીએ.

આ ગુરુપુર્ણિમા દરમ્યાન, આપ જ્ઞાની પુરૂષ પ્રત્યે અવિનય થયો હોય કે તકલીફ પડી હોય તેની અમે સૌ ખરા દિલથી માફી માંગીએ છીએ. અમને ક્ષમા કરી, આપનાં દિવ્ય કર્મોની, સર્વજ્ઞતાની, વિતરાગતાની, અકર્તા પદની, પરાક્રમની, શુધ્ધ અને સ્વ્યંભુ દશાની, યથાર્થ સમજણનો ઊઘાડ થાય તેવી અમ સૌ મહાત્માઓ પર કૃપા વરસાવશો.

અન્ય સૌ જય સચ્ચિદાનંદ સંઘના મહાત્માઓએ પણ અહીં પધારી, અમોને ઊપકૃત કર્યા તે બદલ, સકળ સંઘનો અમે આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ સંઘની, એકતા, અભેદતા અને દિવ્યતા સદીઓ સુધી અખંડિત રહો. તેમ જ આપનાં દર્શન મુજબની સંઘ રચના સ્થાપીત થઇ યથાર્થ રીતે જળવાઇ રહે અને આપનાં જગકલ્યાણક યજ્ઞમાં, અમ સૌ નીમીત્ત બનીએ, એવી અમારી અંતરની પ્રાર્થના છે.

`હે નિષ્પક્ષપાતી શાસન દેવી-દેવતાઓ, હે વિતરાગ પંથે પ્રેરક શ્રી પદમાવતીમા, અમારા આત્યંતિક મુક્તિના પરમ પ્રકાશક, સજીવન પ્રેમમૂર્તિ, શિવ-સ્વરૂપ પરમાત્મા, પરમ પૂજ્ય શ્રી કનુદાદાજીના દેહમંદિરને, અખંડ તંદુરસ્તી અને સભર સંપુર્ણ સ્વાથ્ય માટે, આપ આશિષના ફૂલો વરસાવસો, અને કૃપાના અમી સીંચશો.’

દાદાજી આપ નિરંતર અમારી સાથે જ છો અને સાથે જ રહેશો. અમે આજ્ઞાધર્મનાં પુરુષાર્થમાં રહી, સ્વધર્મમાં સ્થિર રહીએ તે ભાવનાં સાથે, ટેક્ષાસ અને ઓક્લાહોમાનાં આપનાં ગાંડા/ઘેલાં બાળકો

`દાદા ભગવાનના અસીમ જય જયકાર હો`………..જય સચ્ચિદાનંદ